હંસલ મહેતાના ટ્વિટર પર બ્લૉક કરવાના આરોપને આફતાબ શિવાદાસાણીને ફગાવ્યો

19 February, 2020 11:04 AM IST  |  Mumbai

હંસલ મહેતાના ટ્વિટર પર બ્લૉક કરવાના આરોપને આફતાબ શિવાદાસાણીને ફગાવ્યો

હંસલ મહેતા

ફિલ્મમેકર હંસલ મહેતાનું કહેવું છે કે ટ્વિટર પર તેમને આફતાબ શિવદાસાણીએ બ્લોક કરી દીધો છે. હંસલ મહેતાએ ગઈ કાલે ટ્વિટર પર સ્ક્રીનશૉટ શૅર કરીને એ વિશે માહિતી આપી હતી. તેમને બ્લૉક કેમ કર્યાં હતાં એ વિશે તેમણે કોઈ માહિતી નહોતી આપી. જોકે આફતાબ પણ આ ન્યુઝથી સરપ્રાઇઝ છે. તેને પણ નહોતી ખબર કે તેમણે બ્લૉક કર્યાં છે. આ વિશે પૂછતાં આફતાબે કહ્યું હતું કે ‘આ વિશે મને કોઈ માહિતી નથી. હંસલ સરનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું અને મને નથી ખબર કે આવું કેવી રીતે થયું.’

આફતાબ હાલમાં Zee5ની વેબ સિરીઝ ‘પોઇઝન’ દ્વારા તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે.

hansal mehta aftab shivdasani bollywood news entertaintment