દીપિકાને મારો ટાલિયો લુક ગમ્યો છે : રણવીર

10 November, 2014 05:03 AM IST  | 

દીપિકાને મારો ટાલિયો લુક ગમ્યો છે : રણવીર


તેની ફ્રેન્ડ દીપિકાએ કેવી પ્રતિક્રિયા આપી એવા સવાલનો જવાબ આપતાં રણવીરે કહ્યું હતું કે મેં મારા કૉસ્ચ્યુમ સહિતનો ફોટો તેને મોકલાવ્યો હતો જે જોઈને તે ઘણી ખુશ થઈ હતી તેમ જ ફિલ્મના શૂટમાં ભાગ લેવા ઉત્સાહી છે જે થોડા મહિનામાં શરૂ થશે.


શું રણવીરે જાતે પોતાનું સફાચટ માથું અરીસામાં જોયું છે એવા સવાલનો જવાબ આપતાં રણવીરે કહ્યું હતું કે હું જ્યારે મારું મુંડન કરાવવા જઈ રહ્યો હતો ત્યારે થોડો નર્વસ હતો, પરંતુ મે બાજીરાવની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું હતું જેને ટાલ હતી. રણવીરે આ પાત્ર માટે શેંડી પણ ઉગાડવી પડશે. રણવીરને એવી આશા છે કે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં શેંડી ઘણી લાંબી થઈ જશે. જોકે ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ તેને કૅપ પહેરી રાખવા માટે જણાવ્યું છે.