મલયાલમ ફિલ્મ ‘બાંદરા’માં ઍન્ટિ-હીરો બનશે ડિનો મોરિયા

15 March, 2023 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં દિલીપ અને તમન્ના ભાટિયા પણ જોવા મળી રહ્યાં છે

ડિનો મોરિયા

ડિનો મોરિયા હવે મલયાલમ ફિલ્મ ‘બાંદરા’માં ઍન્ટિ-હીરો તરીકે જોવા મળશે. ‘તાંડવ’ અને ‘ધ એમ્પાયર’ વેબ-શોમાં તેના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે તે હવે મલયાલમ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં દિલીપ અને તમન્ના ભાટિયા પણ જોવા મળી રહ્યાં છે. આ એક ટ્રૅજિક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં તે એક રૂથલેસ બિઝનેસમૅનનું પાત્ર ભજવી રહ્યો છે જેને જે જોઈતું હોય એ તે મેળવીને જ રહે છે. આ વિશે ડિનોએ કહ્યું કે ‘ઍન્ટિ-હીરો બનવું ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે. આ પાત્ર સાથે મારું ઘણું એક્સાઇટમેન્ટ પણ જોડાયેલું છે. હું ખૂબ જ ઝેરીલું અને ડાર્ક પાત્ર ભજવી રહ્યો છું. દર્શકો આ પાત્રને કેવું રીઍક્શન આપે છે એ જોવું રહ્યું.’

entertainment news bollywood news bollywood gossips bollywood dino morea upcoming movie