લૉસ ઍન્જલસમાં આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ દિલજિત દોસાંઝ ડે ઊજવાશે

21 June, 2026 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલજિતની ટીમે એક વિડિયો શૅર કરીને લખ્યું, ‘અમેરિકાના લૉસ ઍન્જલસમાં દિલજિત દોસાંઝ ડે.

લૉસ ઍન્જલસમાં આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ દિલજિત દોસાંઝ ડે ઊજવાશે

દિલજિત દોસાંઝ હાલમાં અમેરિકામાં પોતાની ‘ઑરા વર્લ્ડ ટૂર 2026’માં વ્યસ્ત છે. શુક્રવારે દિલજિતની ટીમે સોશ્યલ મીડિયા પર માહિતી આપી કે લૉસ ઍન્જલસમાં આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ ‘દિલજિત દોસાંઝ ડે’ ઊજવવામાં આવશે અને આ દિવસે તેની ૪૩મી વર્ષગાંઠ પણ છે. 
દિલજિતની ટીમે એક વિડિયો શૅર કરીને લખ્યું, ‘અમેરિકાના લૉસ ઍન્જલસમાં દિલજિત દોસાંઝ ડે. લૉસ ઍન્જલસ સિટી કાઉન્સિલે સત્તાવાર રીતે એક નાગરિક ઠરાવ સ્વીકાર્યો છે જેમાં ૨૦૨૭ની ૬ જાન્યુઆરીને ‘દિલજિત દોસાંઝ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કાઉન્સિલવુમન મોનિકા રૉડ્રિગ્ઝ દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવમાં ભારતીય મૂળના ગાયક, અભિનેતા અને નિર્માતા દિલજિત દોસાંઝને પંજાબી સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવા અને અમેરિકન સંસ્કૃતિમાં દક્ષિણ એશિયાઈ પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.’

diljit dosanjh united states of america bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news