સૂરજ પે મંગલ ભારીનું ટ્રેલર લૉન્ચ, જુઓ ટોટલ કૉમેડી ધમાલ

21 October, 2020 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સૂરજ પે મંગલ ભારીનું ટ્રેલર લૉન્ચ, જુઓ ટોટલ કૉમેડી ધમાલ

સૂરજ પે મંગલ ભારીનું ટ્રેલર લૉન્ચ, જુઓ ટોટલ કૉમેડી ધમાલ

વર્ષ 2020 બધાં માટે દુઃખદ અને મુશ્કેલ સમય રહ્યો એવામાં પણ જો હાસ્ટ અને કૉમેડી જોવા મળી જાય તો આનંદની ક્ષણો જીવી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાકીને ઝી સ્ટૂડિયો આજે પોતાની નવી ફિલ્મ સૂરજ પે મંગલ ભારીનું ટ્રેલર રિલીઝ કરવા માટે તૈયાર છે. દર્શકોને લલચાવવા માટે દિલજીત દોસાંઝ સાથે કેટલાક ધમાકેદાર પંચલાઇન સાથે, અને ફાતિમા સના શેખ એક જુદાં અંદાજમાં જોવા માટે તૈયાર છે અને સાથે જ મનોજ બાજપાઇ, જે લગ્નના જાસૂસનું પાત્ર ભજવી રહ્યા છે અને જેમની કમાણી દુલ્હાની જાસૂસી કરવાથી થાય છે. મનોજ આ ફિલ્મમાં પોતાની જાસૂસીમાં જુદાં-જુદાં અવતારમાં જોવા મળશે જેની એક ઝલક ટ્રેલરમાં પણ જોવા મળી છે.

બાજપાઇએ મધુર મંગલ રાણેનું પાત્ર ખૂબ જ મજબૂત સ્વભાવ અને વિશ્વાસ સાથે ભજવ્યું છે. મનોજ સાથે ભટકાતી વખતે, સામાન્ય રીતે યોગ્ય પ્રતિદ્વંદી, સૂરજ સિંહ ઢિલ્લો છે જેને દિલજીતે ખૂબ જ શાલીનતાથી ભજવ્યું છે. ફાતિમા એક મરાઠી મુલ્ગીનું પાત્ર ભજવતી જોવા મળશે જે પોતાની શરતે જીવન જીવે છે, અને જેનો પરિવાર તેને લગ્નના બંધનમાં બંધાયેલો જોવા માગે છે.

આ ફિલ્મ 1995ના બૉમ્બેમાં સેટ કરવામાં આવી છે, નિર્દેશકે તે વખતે બૉમ્બે શહેરને ખૂબ જ સરસ રીતે પડદા પર દર્શાવ્યું છે. તે સમયના દરેક વિવરણને ટ્રેલરમાં ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે, 90ના દાયકાની કારથી લઈને બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક સુધી સુધી જે 90ના દાયકાની હિન્દી ફિલ્મોનું ટ્રેડમાર્ક રહી છે આફિલ્મ દ્વારા યાદ અપાવશે.

ફિલ્મનું નિર્માણ ઝી સ્ટૂડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે તેવી આશા છે.

diljit dosanjh manoj bajpayee bollywood bollywood news bollywood gossips trailer launch