સની દેઓલની ‘બૉર્ડર 2’માં દિલજિત દોસંજ પણ દેખાશે?

02 August, 2024 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે રિયલ લાઇફ આર્મી ઑફિસરનું પાત્ર ભજવશે એવી શક્યતા છે પરંતુ હજી સુધી તેના પાત્રને છુપાવીને રાખવામાં આવ્યું છે

દિલજિત દોસંજ

સની દેઓલની ‘બૉર્ડર 2’માં હવે દિલજિત દોસંજ પણ જોવા મળશે એવી ચર્ચા છે. ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’ની ૨૭મી ઍનિવર્સરીએ એની સીક્વલની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલી ફિલ્મ કરતાં એકદમ અલગ હશે એવી ચર્ચા છે. આ ઇન્ડિયાની સૌથી મોટી વૉર ફિલ્મ હશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અગાઉ આયુષમાન ખુરાના, એમી વિર્ક અને અહાન શેટ્ટી જોવા મળશે એવી ચર્ચા છે. તે રિયલ લાઇફ આર્મી ઑફિસરનું પાત્ર ભજવશે એવી શક્યતા છે પરંતુ હજી સુધી તેના પાત્રને છુપાવીને રાખવામાં આવ્યું છે.

દિલજિતની ટૂરમાં પર્ફોર્મ કરવા સો કૅનેડિયન સોલ્જરને વિનંતી કરી ઇન્ડો-કૅનેડિયન મિનિસ્ટરે

દિલજિત દોસંજની ટૂર દુનિયાભરમાં ખૂબ જ ફેમસ થઈ છે. ખાસ કરીને અમેરિકા અને કૅનેડામાં. તેની ટૂરમાં સ્ટેજ પર પર્ફોર્મ કરવા માટે સો કૅનેડિયન સોલ્જરને ઇન્ડો-કૅનેડિયન કૅબિનેટ મિનિસ્ટર હરજિત સજ્જન દ્વારા વિનંતી કરવામાં આવી હતી. કૅનેડિયન આર્મીએ આ વિનંતીને ફગાવી દીધી હતી. જોકે હરજિત સજ્જને વિનંતી કરી હતી કે સૈનિકો માટે અન્ય કલ્ચરનો નજદીકથી અનુભવ કરવા માટે આ સારી તક છે.

diljit dosanjh upcoming movie sunny deol entertainment news bollywood bollywood news