26 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝ તેની ફિલ્મ ‘સરદારજી 3’ને લઈને વિવાદોમાં ફસાયો છે. આ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા મળવાની છે, જેના કારણે તેણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વિવાદોની વચ્ચે દિલજિતના ચાહકો માટે એક સારા સમાચાર મળ્યા છે.
રિપોર્ટ પ્રમાણે કૅનેડાની ટૉરોન્ટો મેટ્રોપૉલિટન યુનિવર્સિટી હવે દિલજિત દોસાંઝ પર એક વિશેષ કોર્સ શરૂ કરવા જઈ રહી છે જે ૨૦૨૬ના સેશનમાં શરૂ થશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ દિલજિતનાં સંગીત, સંસ્કૃતિ અને વૈશ્વિક પૉપ-સંસ્કૃતિ પર તેના ભાવ વિશે અભ્યાસ કરશે. આ કોર્સ ધ ક્રીએટિવ સ્કૂલ દ્વારા ઑફર કરવામાં આવશે અને એ કૅનેડામાં કોઈ પંજાબી કલાકાર પર આધારિત પ્રથમ અભ્યાસક્રમ હશે. આનાથી વિદ્યાર્થીઓને દિલજિતને વધુ નજીકથી જાણવાની તક મળશે, સાથે જ તેઓ પંજાબી સંગીત અને સંસ્કૃતિને પણ ઊંડાણપૂર્વક સમજી શકશે.