દિલજિતને મેટ ગાલામાં પહેરવો હતો મહારાજા ભૂપિન્દરનો ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો હાર

08 May, 2025 07:09 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

નેકલેસ મ્યુઝિયમમાં સીલ કર્યો હોવાથી તેની ઇચ્છા રહી અધૂરી. દિલજિત દોસાંઝે મેટ ગાલા 2025માં પોતાના મહારાજાના લુકથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. દિલજિતનો આ લુક પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહથી પ્રેરિત હતો.

દિલજિતનો મેટ ગાલા લુક

દિલજિત દોસાંઝે મેટ ગાલા 2025માં પોતાના મહારાજાના લુકથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. દિલજિતનો આ લુક પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહથી પ્રેરિત હતો. હકીકતમાં દિલજિતની ઇચ્છા તો મેટ ગાલામાં પટિયાલાના મહારાજાનો ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો સાચો નેકલેસ પહેરવાની હતી જેથી તેનો લુક વધારે ચર્ચામાં રહે, પણ તેની એ ઇચ્છા પૂરી નહોતી થઈ શકી.

દિલજિતની ટીમે જણાવ્યું હતું કે તેમણે આ ખાસ જ્વેલરી એક દિવસ વાપરવા માટે લેવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯૨૮માં મહારાજાએ કાર્ટિએર પાસે ૧૦૦૦ કૅરૅટનો ડાયમન્ડ નેકલેસ ઑર્ડર આપીને બનાવડાવ્યો હતો. આ ફ્રેન્ચ જ્વેલરી બ્રૅન્ડનો આ નેકલેસ સૌથી મોટો નેકલેસ હતો. આ નેકલેસમાં ૨૯૦૦ ડાયમન્ડ જડેલા હતા. એ વખતે એની કિંમત ૧૦ કરોડ હતી જે હવે ૨૧,૦૦૦ કરોડ જેટલી થઈ છે.

દિલજિતે આ નેકલેસ ઉધાર લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને કહેવામાં આવ્યું કે આ નેકલેસ મ્યુઝિયમમાં સીલ કર્યો છે. આખરે દિલજિતે ભારતીય જ્વેલરી ડિઝાઇનર પાસેથી મહારાજા જેવી જ્વેલરી બનાવડાવી હતી અને મેટ ગાલા 2025માં પહેરી હતી. 

diljit dosanjh met gala bollywood buzz bollywood events bollywood entertainment news