શું વરૂણ ધવન અને નતાશા દલાલનું બ્રેકઅપ થઈ ગયું? જાણો શું છે હકીકત

23 December, 2020 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું વરૂણ ધવન અને નતાશા દલાલનું બ્રેકઅપ થઈ ગયું? જાણો શું છે હકીકત

વરૂણ ધવન અને નતાશા દલાલ

બૉલીવુડ એક્ટર વરૂણ ધવન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'કુલી નંબર 1'નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન વરૂણ તાજેતરમાં કૉમેડિયન કપિલ શર્મા શૉ 'ધ કપિલ શર્મા'માં પહોંચ્યા હતા, જ્યાં તેણે જબરદસ્ત હસી મજાક કરી હતી. તે સમય દરમિયાન ફિલ્મની લીડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ એમની સાથે હાજર હતી. કપિલના શૉમાં સારા અને વરૂણે એકબીજાની જોદરાર ધમાલ-મસ્તી કરી હતી, પરંતુ વાત-વાતમાં વરૂણે એવું કહીં દીધું, જે સાચું હશે તો તમને થોડા આઘાત લાગી શકે છે.

સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૉના એક એપિસોડનો પ્રોમો શૅર કર્યો છે. એ પ્રોમોમાં સારા અલી ખાન કહે છે, વરૂણ મને પૂછતો હતો કે 'મેં શા માટે પગરખાંના આટલા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા'. સારાની આ વાત પર વરૂણ કહે છે, 'જ્યારે તે પગરખાંના ફોટોઝ મૂકતી હતો, ત્યારે કોઈ અન્ય મારા પર ગુસ્સે થતું હતું.' વરૂણની વાત સાંભળીને સારા કહે છે, 'છોડ ને... હવે કોઈ ગુસ્સે નહીં થાય, હવે હું તને ટચ કરી શકું છું. સારાની વાત સાંભળીને વરૂણ થોડો હેરાન થઈ જાય છે અને હસીને ત્યાંથી ઉભો થઈ જાય છે.

હવે વરૂણના હાવભાવમાં આપેલા આ નિવેદનથી લોકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે વરૂણ અને નતાશા અલગ થઈ ગયા છે. જોકે આ અંદાજમાં કેટલી હકીકત છે, તે સમય જ બતાવશે.

તમને જણાવી દઈએ કે વરૂણ, નતાશા બન્ને એકબીજાને સ્કૂલના દિવસોથી ઓળખે છે. નતાશાને વરૂણે ત્યારે જ પસંદ કરી લીધી હતી. જોકે ત્યાર બાદ પછી એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા. બન્ને સ્કૂલમાં સારા મિત્ર હતા અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હાલમાં જ કરીના કપૂર સાથે 'વાઈટ વિમેન વૉન્ટ' નામના શૉમાં વાતચીતેતમાં વરૂણે જણાવ્યું હતું કે નતાશાને તેણે ત્રણ-ચાર વાર રિજેક્ટ કરી હતી, પરંતુ એક એક્ટરે હાર માની નહીં અને નતાશા પાસેથી પણ હા કરાવી લીઘી હતી. નતાશા અને વરૂણનો સંબંધ એકદમ ઓપન છે અને બન્ને હંમેશા સાથે જ જોવા મળે છે. વરૂણ અને સારાની ફિલ્મની વાત કરીએ તો 'કુલી નંબર 1' ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમા વીડિયો પર રિલીઝ થઈ રહી છે.

varun dhawan sara ali khan bollywood bollywood news