સલમાન સાથે થઈ છેતરપિંડી?

05 August, 2016 04:05 AM IST  | 

સલમાન સાથે થઈ છેતરપિંડી?

‘સુલતાન’એ અત્યાર સુધીમાં બૉક્સ-ઑફિસ પર ૨૯૭.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, પરંતુ યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનો બિઝનેસ ખૂબ ઓછો બતાવવામાં આવી રહ્યો છે. એ વિશે એવી વાતો ચાલી રહી છે કે સલમાન સાથે યશરાજ ફિલ્મ્સે એવી ડીલ કરી હતી કે જો ફિલ્મ ૩૦૦ કરોડનો બિઝનેસ કરશે તો તેને ફિલ્મના બિઝનેસમાંથી વધુ પ્રૉફિટ આપવામાં આવશે. અગાઉ આમિર ખાને ‘ધૂમ ૩’ માટે અને શાહરુખ ખાને ‘ફૅન’ માટે યશરાજ ફિલ્મ્સ સાથે આવી ડીલ કરી હતી જેમાં તેમને ૨૦ ટકા પ્રૉફિટ આપવામાં આવ્યો હતો, પરંતુ સલમાનને ‘સુલતાન’ માટે ૨૦ ટકા પ્રૉફિટ આપવો પડે એ માટે તેઓ બિઝનેસ ઓછો બતાવી રહ્યા છે એવી વાતો ચાલી રહી છે. સલમાન સાથે ‘એક થા ટાઇગર’ માટે પણ આવી ડીલ કરવામાં આવી હતી જેમાં ૨૦૦ કરોડના બિઝનેસનો સમાવેશ હતો. આ ફિલ્મ ૨૦૦ કરોડનો આંકડો વટાવી ગઈ હતી, પરંતુ યશરાજ ફિલ્મ્સના જણાવ્યા મુજબ એણે ૧૯૯.૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો એથી સલમાનને એમાં પણ પ્રૉફિટ નહોતો મળ્યો.