સલમાને ના પાડતાં રણબીર કપૂર પાસે ‘ચૅમ્પિયન્સ’ લઈને ગયો આમિર?

30 May, 2023 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્પૅનિશ ફિલ્મની હિન્દી રીમેક છે

આમિર ખાન

આમિર ખાનની ‘ચૅમ્પિયન્સ’ માટે સલમાન ખાને ના પાડતાં તેણે હવે આ ફિલ્મની ઑફર રણબીર કપૂરને કરી છે. આ સ્પૅનિશ ફિલ્મની હિન્દી રીમેક છે. ​ફિલ્મને લઈને આમિર અને સલમાન ​વચ્ચે ચર્ચા પણ થઈ હતી. માર્ચમાં ફિલ્મને લઈને જાહેરાત પણ કરવાના હતા. જોકે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. સલમાન આ સ્પોર્ટ્સ ફિલ્મ કરવા માટે ઉત્સુક હતો, પરંતુ તારીખને લઈને કોઈ સમાધાન ન નીકળતાં સલમાન આ પ્રોજેક્ટમાંથી નીકળી ગયો. જૂનમાં ફિલ્મની શરૂઆત થવાની શક્યતા હતી. હવે આમિર આ ફિલ્મ લઈને રણબીર પાસે ગયો છે. તેને પણ આ ફિલ્મની સ્ટોરી પસંદ પડી. છે. તે હાલમાં અનેક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે અલગ પ્રકારની સ્ક્રિપ્ટ અને ફિલ્મો પસંદ કરી રહ્યો છે. રણબીરે પણ કોઈ સ્પોર્ટ્સ પર આધારિત ફિલ્મોમાં કામ નથી કર્યું. જો રણબીર આ ફિલ્મ માટે હા પાડે તો આપણને તે એક નવા અવતારમાં દેખાશે. 

entertainment news aamir khan ranbir kapoor Salman Khan bollywood news bollywood gossips bollywood