જાણો કેમ પસંદ કરી દીપિકા પાદુકોણે ફિલ્મ '83', આ છે કારણ

21 September, 2019 09:50 AM IST  |  મુંબઈ

જાણો કેમ પસંદ કરી દીપિકા પાદુકોણે ફિલ્મ '83', આ છે કારણ

દીપિકા પાદુકોણ

‘83’માં કામ કરનાર દીપિકા પાદુકો‌ણનું કહેવું છે કે ઍથ્લીટ્સની જીતનું શ્રેય તેના પરિવાર કે તેના સ્પાઉઝને પૂરતું નથી આપવામાં આવતું. દીપિકા ‘83’માં કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્લ્ડ કપમાં પહેલી વાર ભારતને મળેલી ઐતિહાસિક જીત પર આધારિત છે. કબીર ખાનની આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે.

આ પણ વાંચો : ભૂમિ પેડણેકર બનશે ક્લાઇમેટ વૉરિયર

આ ફિલ્મને હા પાડવાનું કારણ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ માટે કબીર મારા વિશે વિચારી રહ્યો હતો. રોલ ખૂબ જ નાનો પણ સ્પેશ્યલ છે, કારણ કે મારું માનવું છે કે ખેલાડીઓના સ્પાઉઝ અને તેની ફૅમિલીને હંમેશાં જોઈએ એટલું શ્રેય આપવામાં નથી આવતું. તમે જ્યારે ઍથ્લીટ્સને અને ઇન્ટરનૅશનલ લેવલ પર તેમના પર્ફોર્મન્સને જોશો તો જણાશે કે તેમની ફૅમિલીને ખૂબ ઓછી ઓળખ મળે છે. એ બાબતને ધ્યાનમાં રાખીને જ મેં આ ફિલ્મ કરવાનું વિચાર્યું હતું.’

deepika padukone bollywood news