રણવીર સિંહનું પાત્ર ધુરંધર 2માં મરી જશે?

08 December, 2025 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક વચ્ચે કનેક્શનથી આ વાતની હિન્ટ મળી છે

`ધુરંધર` અને `ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક`ના સીન

રણવીર સિંહની ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી છે અને આ ફિલ્મનો બીજો  ભાગ ‘ધુરંધર 2’ ૧૯ માર્ચે રિલીઝ થશે એવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ માહોલમાં સોશ્યલ મીડિયામાં એક નવી વાત ચર્ચામાં છે જે ‘ધુરંધર’ અને ‘ઉરી’ વચ્ચેનું કનેક્શન દર્શાવે છે. ‘ધુરંધર’ અને ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ વચ્ચેનું કનેક્શન એક વાઇરલ ક્લિપ પર આધારિત છે. ‘ઉરી’માં વિકી કૌશલના પાત્રને ફ્લાઇટ લેફ્ટનન્ટ સીરત કૌર (કીર્તિ કુલ્હારી) મળે છે, જેના પતિ આર્મી ઑફિસર જસકીરત સિંહ રંગી નૌશેરા સેક્ટરમાં ઍમ્બુશમાં શહીદ થયા હતા. હવે એવી ચર્ચા છે કે આ ‘ધુરંધર’માં રણવીર સિંહનું પાત્ર આ જસકીરત સિંહ રંગી જ છે જે પાકિસ્તાનમાં અન્ડરકવર મિશન માટે ‘હમઝા અલી મઝારી’ તરીકે જીવે છે.  

નેટિઝન્સના દાવા મુજબ જો રણવીરનું પાત્ર જસકીરત સિંહ રંગી હોય તો ‘ધુરંધર 2’માં તેનું મૃત્યુ થશે, કારણ કે ‘ઉરી’માં જસકીરતને શહીદ બતાવાયો છે. જોકે ફિલ્મમાં આ વિશે કોઈ સ્પષ્ટતા નથી અને પુષ્ટિ ‘ધુરંધર 2’ની રિલીઝ પછી જ થશે.

ranveer singh vicky kaushal entertainment news bollywood bollywood news upcoming movie