યે નયા હિન્દુસ્તાન હૈ.. ઘર મેં ઘુસેગા ભી, મારેગા ભી

04 February, 2026 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર : ધ રિવેન્જનું ટીઝર રિલીઝ થયું

‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે

ગઈ કાલે રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ‘ધુરંધર’ની સીક્વલ છે અને એના ટીઝરમાં રણવીર સિંહ ફરી એક વાર હમઝા અલી મઝારીના રોલમાં જોવા મળી રહ્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે અને એના કેટલાક હિસ્સાઓનું શૂટિંગ હજી ચાલી રહ્યું છે.

‘ધુરંધર : ધ રિવેન્જ’ના ટીઝરમાં રણવીર સિંહનું પાત્ર કેન્દ્રમાં છે અને એને જોઈને ખબર પડે છે કે ફિલ્મની વાર્તા હમઝાના બદલા પર કેન્દ્રિત હશે. આ ઉપરાંત ફિલ્મમાં હમઝાના મૂળ અવતાર જસકીરત સિંહ રંગીનો ભૂતકાળ પણ બતાવવામાં આવશે. ધુરંધર : ધ રિવેન્જ’ના ટીઝરમાં છેલ્લે સંવાદ આવે છે, ‘યે નયા હિન્દુસ્તાન હૈ... ઘર મેં ઘુસેગા ભી, મારેગા ભી’ અને આ જ સંવાદ ફિલ્મનો મૂડ દર્શાવે છે.

રણવીર સિંહે શૅર કર્યું ફર્સ્ટ લુક પોસ્ટર

ગઈ કાલે રણવીર સિંહે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું પોતાના ફર્સ્ટ લુકનું પોસ્ટર પણ શૅર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીર લાલ બૅકગ્રાઉન્ડ અને ધોધમાર વરસાદ વચ્ચે અત્યંત આક્રમક મૂડમાં ઊભો છે. આ પોસ્ટર સાથે રણવીરે કૅપ્શન લખી છે, ‘અબ બિગડને કા વક્ત આ ગયા હૈ...’

dhurandhar upcoming movie teaser release ranveer singh sara arjun aditya dhar entertainment news bollywood bollywood news