૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની ગયા છે ધુરંધરના બન્ને ભાગ

20 March, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર’ અને એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે ત્યારે કેટલાક રિપોર્ટ પ્રમાણે ફિલ્મના બન્ને ભાગોને બનાવવા માટે ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની ગયા છે ધુરંધરના બન્ને ભાગ

‘ધુરંધર : ધ રિવેન્જ’ થિયેટરમાં ૧૯ માર્ચે સત્તાવાર રીતે રિલીઝ થઈ ગઈ છે. શરૂઆતના શો બાદ જ દર્શકોનાં રીઍક્શન આવવા લાગ્યાં હતાં. મોટા ભાગના દર્શકો ફિલ્મને ખૂબ જ દમદાર અને શાનદાર ગણાવી રહ્યા છે, જ્યારે સમીક્ષકો પણ એને ઊંચું રેટિંગ આપી રહ્યા છે.
‘ધુરંધર’ અને એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે ત્યારે કેટલાક રિપોર્ટ પ્રમાણે ફિલ્મના બન્ને ભાગોને બનાવવા માટે ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
ફિલ્મના પહેલા ભાગે પણ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’ના પહેલા ભાગે વિશ્વભરમાં ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો હતો. હવે બીજા ભાગ માટે દર્શકોમાં ઉત્સાહ વધુ ઊંચા સ્તરે જોવા મળી રહ્યો છે.

dhurandhar ranveer singh aditya dhar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news