21 March, 2026 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મ તો ખરેખર ધુરંધર સાબિત થઈ
‘ધુરંધર : ધ રિવેન્જ’એ પહેલા દિવસની કમાણીના અગાઉના બધા જ રેકૉર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આમ તો આ ફિલ્મની કમાણીના જુદા-જુદા સ્રોત તરફથી અલગ-અલગ આંકડા આવી રહ્યા છે, પણ મોટા ભાગના રિપોર્ટ્સ એવું કહે છે કે ફિલ્મે પહેલા દિવસે ભારતમાં ૧૦૨.૫૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને ભુક્કા બોલાવી દીધા છે. એ પહેલાં પેઇડ પ્રિવ્યુમાંથી ૪૩ કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાનું કહેવાય છે. પેઇડ પ્રિવ્યુના દિવસને ફિલ્મી વેપારની ભાષામાં ઝીરો ડે કહેવાય છે. ગઈ કાલે બીજા દિવસે આ ફિલ્મનો કમાણીનો આંકડો ૨૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો હશે એવી ધારણાઓ મુકાઈ રહી હતી.
પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ અત્યાર સુધી શાહરુખ ખાનની ‘જવાન’ હતી, જેણે ફર્સ્ટ ડે પર ૭૫ કરોડ રૂપિયા આવક કરી હતી. ‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે એનાથી આગળ નીકળી ગઈ છે.