આજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લેનારી પહેલી હિન્દી ફિલ્મ બનશે `ધુરંધર : ધ રિવેન્જ`

07 April, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવાર અને રવિવારે સારો વધારો નોંધાયો છે જેના કારણે ફિલ્મનું કુલ કલેક્શન ઝડપથી વધ્યું છે

ફિલ્મનો સીન

ડિરેક્ટર આદિત્ય ધરની ‘ધુરંધર : ધ રિવેન્જ’ આજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લેશે અને હિન્દી વર્ઝનમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી ફિલ્મ બની જશે. આ ફિલ્મે ત્રીજા વીક-એન્ડમાં પણ જબરદસ્ત પકડ જાળવી રાખી છે. શનિવાર અને રવિવારે સારો વધારો નોંધાયો છે જેના કારણે ફિલ્મનું કુલ કલેક્શન ઝડપથી વધ્યું છે. આ વીક-એન્ડમાં એટલે કે રવિવાર સુધી ફિલ્મના હિન્દી વર્ઝને ભારતમાં ૯૭૪ કરોડ રૂપિયા જેટલી નેટ કમાણી કરી છે. ફિલ્મની સરેરાશ કમાણીના આંકડા જોઈએ તો આ ફિલ્મ ચોક્કસપણે આજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લેનાર પહેલી હિન્દી ફિલ્મ બની જશે. એક આંકડા પ્રમાણે ત્રીજા વીક-એન્ડ પછી ‘ધુરંધર : ધ રિવેન્જ’ની વિદેશમાં કમાણી અંદાજે ૩૯૩.૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 

ભારતીય બૉક્સ-ઑફિસ પર કમાણીની દૃષ્ટિએ ટોચની ૧૦ હિન્દી ફિલ્મો

ધુરંધર : ધ રિવેન્જ (હિન્દી વર્ઝન, ૨૦૨૬)

૯૭૪ કરોડ રૂપિયા (રવિવાર સુધી)

ધુરંધર (૨૦૨૫)

અંદાજે ૮૯૦ કરોડ રૂપિયા

જવાન (૨૦૨૩)

અંદાજે ૭૬૨ કરોડ રૂપિયા

સ્ત્રી 2 (૨૦૨૪) 

અંદાજે ૭૪૦ કરોડ રૂપિયા

છાવા (૨૦૨૫) 

અંદાજે ૭૦૮ કરોડ રૂપિયા

ઍનિમલ (૨૦૨૩)

અંદાજે ૬૬૨ કરોડ રૂપિયા

પઠાણ (૨૦૨૩)

અંદાજે ૬૫૪ કરોડ રૂપિયા

ગદર 2 (૨૦૨૩)

અંદાજે ૬૨૫ કરોડ રૂપિયા

બાહુબલી 2 : ધ કન્ક્લુઝન (હિન્દી વર્ઝન, ૨૦૧૭)

અંદાજે ૫૧૧ કરોડ રૂપિયા

૧૦

કેજીએફ : ચેપ્ટર 2 (હિન્દી વર્ઝન, ૨૦૨૨)

અંદાજે ૪૩૫ કરોડ રૂપિયા
 

 

dhurandhar box office entertainment news bollywood bollywood news aditya dhar ranveer singh sara arjun akshaye khanna arjun rampal sanjay dutt rakesh bedi r madhavan