હમઝા અલી મઝારીનો રોલ સારી રીતે કરવા માટે રણવીર સિંહે મદદ લીધી હતી મેડિટેશન અને ઓમના જાપની

20 April, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં પ્રોસ્થેટિક આર્ટિસ્ટ તરીકે કામ કરનાર કરણદીપ સિંહે કામ કરવાનો અનુભવ જણાવતાં કહ્યું

હમઝા અલી મઝારીના પાત્ર માટે રણવીર સિંહે કરી હતી ખાસ તૈયારી

‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ના પોતાના હમઝા અલી મઝારીના પાત્ર માટે રણવીર સિંહે ખાસ તૈયારી કરી હતી અને એના માટે તેણે મેડિટેશન અને જાપની મદદ લીધી હતી.

ફિલ્મમાં પ્રોસ્થેટિક આર્ટિસ્ટ તરીકે કામ કરનાર કરણદીપ સિંહે કામ કરવાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘મેકઅપ દરમ્યાન રણવીર લાંબા સમય સુધી ધ્યાનમાં રહેતો હતો. તે પહેલાં પોતાને શાંત અને ફોકસ્ડ બનાવતો અને ત્યાર બાદ પાત્રમાં પ્રવેશતો. રણવીર ભગવાન શિવનો મોટો ભક્ત છે અને પોતાના દિવસની શરૂઆત ‘ઓમ’ના જાપથી કરતો હતો. વર્કઆઉટ પછી તે ‘ઓમ’ સાંભળતો અને લાંબા મેકઅપ-સેશન દરમ્યાન ધ્યાનમાં બેસવાનો પ્રયાસ કરતો. કૅમેરા સામે જતાં પહેલાં આ આધ્યાત્મિક શાંતિ તેની અંદર એક અલગ જ ઊર્જા પેદા કરતી હતી.’

dhurandhar ranveer singh entertainment news bollywood bollywood news