14 December, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ
‘ધુરંધર’ રિલીઝ થઈ છે ત્યારથી બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર બિઝનેસ કરી રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે આ ફિલ્મે રિલીઝના બીજા શુક્રવારે ૩૪.૭૦ કરોડ રૂપિયાની કમાણી કરીને અત્યાર સુધી ભારતમાં ૨૫૨.૭૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આ ફિલ્મની બીજા શુક્રવારની કમાણી ‘પુષ્પા 2’, ‘છાવા’ અને ‘ઍનિમલ’ જેવી સુપરહિટ ફિલ્મોની બીજા શુક્રવારની કમાણી કરતાં વધી ગઈ છે. કમાણીની દૃષ્ટિએ જોઈએ તો રિલીઝના બીજા શુક્રવારે ‘પુષ્પા 2’એ ૨૭.૫૦ કરોડ રૂપિયા, ‘છાવા’એ ૨૪.૦૩ કરોડ રૂપિયા અને ‘ઍનિમલ’એ ૨૩.૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે ‘ધુરંધર’ની બીજા શુક્રવારની ૩૪.૭૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં ઓછી સાબિત થઈ છે.