10 April, 2026 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અર્જુન લેજન્ડરી અભિનેત્રી મધુબાલાનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ જેવી ફિલ્મોની સફળતા પછી સારા અર્જુન હવે ફિલ્મી પડદે લેજન્ડરી અભિનેત્રી મધુબાલાનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં મધુબાલા તરીકે સારાની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને આ વર્ષના અંત સુધીમાં એનું શૂટિંગ શરૂ કરવાની શક્યતા છે. આ ફિલ્મ મધુબાલાના જીવન અને કરીઅર પર આધારિત એક ભવ્ય ટ્રિબ્યુટ હશે. મળતી માહિતી પ્રમાણે મધુબાલાનું પાત્ર જીવંત કરવા માટે સારાને કડક તૈયારી કરવી પડશે. એમાં ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન, કૉસ્ચ્યુમ ડિટેલિંગ, ડાયલેક્ટ ટ્રેઇનિંગ અને અનેક લુક-ટેસ્ટ સામેલ છે. સારાએ હજી આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરી, પણ આ પ્રોજેક્ટ તેની કારકિર્દી માટે એક મોટો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે છે.