ધુરંધર બની નેટફ્લિક્સ પર દુનિયામાં સૌથી વધુ જોવાયેલી નૉન-ઇંગ્લિશ ફિલ્મ

08 August, 2026 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ધરની ‘ધુરંધર’ ભલે થિયેટરોમાંથી ઊતરી ગઈ હોય, પરંતુ OTT પર હજી પણ એનો જાદુ છવાયેલો છે. આ ફ્રૅન્ચાઇઝીએ બૉક્સ-ઑફિસ પર અનેક રેકૉર્ડ તોડ્યા હતા. ફિલ્મની લોકપ્રિયતા માત્ર થિયેટરો પૂરતી સીમિત નહોતી રહી.

ધુરંધર : ધ રિવેન્જ

આદિત્ય ધરની ‘ધુરંધર’ ભલે થિયેટરોમાંથી ઊતરી ગઈ હોય, પરંતુ OTT પર હજી પણ એનો જાદુ છવાયેલો છે. આ ફ્રૅન્ચાઇઝીએ બૉક્સ-ઑફિસ પર અનેક રેકૉર્ડ તોડ્યા હતા. ફિલ્મની લોકપ્રિયતા માત્ર થિયેટરો પૂરતી સીમિત નહોતી રહી. નેટફ્લિક્સ પર આવ્યા બાદ પણ એને દુનિયાભરમાં મોટી સંખ્યામાં દર્શકોએ જોઈ હતી અને આ જ કારણે ‘ધુરંધર’ હવે દુનિયાભરમાં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી નૉન-ઇંગ્લિશ ફિલ્મ બની ગઈ છે. 
આ સ્પાય-ઍક્શન ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ વર્ષે માર્ચમાં એનો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ આવ્યો હતો અને એ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી.

dhurandhar aditya dhar bollywood buzz netflix bollywood news bollywood gossips bollywood entertainment news