`ધુરંધર : ધ રિવેન્જ`માં યામીનો ઍક્શનથી ભરપૂર કૅમિયો?

04 February, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાનો છે અને એનું ટીઝર પણ લૉન્ચ થયું છે

યામી ગૌતમ

રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ ૨૦૨૫ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી. ડિરેક્ટર આદિત્ય ધરની આ સુપરહિટ ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાનો છે અને એનું ટીઝર પણ લૉન્ચ થયું છે. હવે આ સીક્વલને લઈને ચર્ચા છે કે એમાં ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમ પણ ઍક્શનથી ભરપૂર કૅમિયો કરતી જોવા મળી શકે છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં યામીનો રોલ નાનો હશે પણ ફિલ્મ માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.  મળતી માહિતી પ્રમાણે યામીએ અંદાજે પાંચ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ કરી લીધું છે અને માનવામાં આવે છે કે આ રોલ દર્શકો પર ઊંડી અસર છોડશે.

dhurandhar upcoming movie yami gautam aditya dhar ranveer singh sara arjun entertainment news bollywood bollywood news