`ધુરંધર : ધ રિવેન્જ`માં સલમાન ખાન પણ છે?

05 February, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી પણ વાતો ઊપડી હતી કે સલમાન ફિલ્મમાં ‘બડે સાબ’ નામનું પાત્ર ભજવી રહ્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં સલમાન ખાન પણ જોવા મળશે કે કેમ એવી ચર્ચા ગઈ કાલે વાઇરલ થયેલા એક ફોટો પરથી શરૂ થઈ હતી. આ ફોટોમાં એવું લાગે છે જાણે સલમાન આ સીક્વલના સેટ પર ઊભો હોય. એવી પણ વાતો ઊપડી હતી કે સલમાન ફિલ્મમાં ‘બડે સાબ’ નામનું પાત્ર ભજવી રહ્યો છે. જોકે સાથે ગઈ કાલે એવી વાતો પણ થઈ હતી કે આ ફોટો સાચો નહીં પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યો છે.

dhurandhar Salman Khan aditya dhar entertainment news bollywood bollywood news ranveer singh sara arjun akshaye khanna sanjay dutt vicky kaushal yami gautam upcoming movie