23 March, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણવીર સિંહ પોતાની ‘ધુરંધર : ધ રિવેન્જ’ની બૉક્સ-ઑફિસની સફળતાનો આનંદ માણી રહ્યો છે ત્યારે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ખાસ સ્ક્રીનિંગમાં કઝિન સાથે આવેલાં તેનાં મમ્મી અંજુ ભવનાની ચર્ચામાં રહ્યાં હતી. ફિલ્મના મેકર્સ દ્વારા આયોજિત ફિલ્મના ખાસ સ્ક્રીનિંગ દરમ્યાન અંજુ ભવનાની અને બહેન રિતિકા ભવનાનીએ એક કસ્ટમાઇઝ્ડ બ્લૅક ટી-શર્ટ પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટી-શર્ટ પર રણવીર સિંહના ઑન-સ્ક્રીન પાત્ર ‘હમઝાઅલી મઝારી’નો ઇન્ટેન્સ લુક પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. આ આઉટફિટ સાથે અંજુ ભાવનાનીના આ મિનિમલ સ્ટાઇલિંગને કારણે સમગ્ર ધ્યાન કસ્ટમાઇઝ્ડ ટી-શર્ટ પર જ રહ્યું, જે તેમના દીકરાની ફિલ્મ માટેનો મજબૂત સપોર્ટ દર્શાવે છે. આ સ્ક્રીનિંગમાં પરિવારના અન્ય સભ્યો પણ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.