ધોની બોલીવુડમાં કરશે ડેબ્યુ, સંજય દત્ત સાથે આ ફિલ્મમાં દેખાશે !

26 September, 2019 03:46 PM IST  |  મુંબઈ

ધોની બોલીવુડમાં કરશે ડેબ્યુ, સંજય દત્ત સાથે આ ફિલ્મમાં દેખાશે !

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. બી ટાઉનમાં આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા, કે ધોની પ્રોડ્યુસર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરવાના છે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ધોની એક અપકમિંગ ફિલ્મમાં એક્ટિંગ કરતા દેખાશે.

બોલીવુડની એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની સંજય દત્ત સાથે ડોગહાઉસ નામની ફિલ્મમાં દેખાઈ શકે છે. ધોનીના કેટલાક ફ્રેન્ડ્ઝ બોલીવુડમાં ફિલ્મ પ્રોડ્યુસર છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં સંજય દત્તની સાથે બોલીવુડના બીજા પણ જાણીતા સ્ટાર્સ છે. ફિલ્મ ડોગહાઉસ ત્રણ અંડરડોગની સ્ટોરી હશે.

ધોની કરશે કેમિયો !

ફિલ્મ પ્રોડ્યુસર હાજ સંજય દત્ત ઉપરાંત અન્ય પાત્રો પર કામ કરી રહ્યા છે. બોલીવુડ ન્યૂઝ પોર્ટલ koimoiના રિપોર્ટ પ્રમાણે ડૉગહાઉસ નામથી રિલીઝ થનારી આ ફિલ્મને સમીર કર્ણિક ડિરેક્ટ કરશે. કોઈમોઈના રિપોર્ટમાં કહેવાયું ચે કે આ ફિલ્મ માટે ઈમરાન હાશ્મી અને સુનીલ શેટ્ટીને પણ અપ્રોચ કરાયો છે. તો ધોની આ ફિલ્મમાં કેમિયો કરવાના છે.

આ પણ વાંચો: ધોની આ કારણથી છે ટીમ ઈન્ડિયાથી દૂર, થયો ખુલાસો

વર્લ્ડ કપ બાદ એમ. એસ. ધોની ક્રિકેટથી દૂર છે. વેસ્ટ ઈન્ડિઝની ટૂર બાદ ધોની સાઉથ આફ્રિકા સામેની સિરીઝ નથી રમ્યા અને ધોની બાંગ્લાદેશ સામેની ટી20 સિરીઝ પણ નથી રમવાના. ઉલ્લેખનીય છે કે ધોનીના જીવન પર બોલીવુડમાં બાયોપિક બની ચૂકી છે. એમ.એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી નામની આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો.

ms dhoni sanjay dutt entertaintment mahendra singh dhoni sports news