ધર્મેન્દ્ર અને પહેલી પત્ની પ્રકાશ કૌર એકસાથે દેખાયાં ઍરપોર્ટ પર

22 September, 2025 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે

ધર્મેન્દ્ર અને પહેલી પત્ની પ્રકાશ કૌર

ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. તાજેતરમાં તેઓ બન્ને એકસાથે ઍરપોર્ટ પર જોવા મળ્યાં અને તેમનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેમની સાથે તેમનો દીકરો બૉબી દેઓલ પણ જોવા મળે છે. જોકે તેઓ ક્યાં જઈ રહ્યાં છે એ વિશે કોઈ વિગતો જાણવા નથી મળી.

dharmendra mumbai airport entertainment news bollywood bollywood news viral videos