ધર્મેન્દ્ર અને જયા પ્રદાની જોડી ફરી જામી

09 May, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ ૧૬ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ૮૯ વર્ષના ધર્મેન્દ્રને મળવા માટે તેમના ઘરે સહકલાકાર જયા પ્રદા પહોંચ્યાં હતાં. જયા પ્રદા પણ ૬૩ વર્ષનાં થઈ ગયાં છે છતાં ધર્મેન્દ્ર અને જયા પ્રદાને સાથે જોઈને તેમના ફૅન્સ ખુશ થઈ ગયા હતા.

મુલાકાતના ફોટો

૮૯ વર્ષના ધર્મેન્દ્રને મળવા માટે તેમના ઘરે સહકલાકાર જયા પ્રદા પહોંચ્યાં હતાં. જયા પ્રદા પણ ૬૩ વર્ષનાં થઈ ગયાં છે છતાં ધર્મેન્દ્ર અને જયા પ્રદાને સાથે જોઈને તેમના ફૅન્સ ખુશ થઈ ગયા હતા. આ મુલાકાતના ફોટો અને વિડિયો બન્ને સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે. ધર્મેન્દ્ર અને જયા પ્રદાએ ‘કયામત’ (૧૯૮૩)થી ‘લોહ પુરુષ’ (૧૯૯૯) સુધી ૧૬ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ધર્મેન્દ્ર અને જયા પ્રદાની આ મુલાકાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

જયા પ્રદાએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ અને ધર્મેન્દ્ર સોફા પર બેસીને ફોન પર કંઈક જોઈને હસી રહ્યાં છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે, ‘ધરમજી સાથે હળવીફૂલ ક્ષણો. એકમાત્ર લેજન્ડ ધરમજી સાથે ૧૬ ફિલ્મો કરી જેમાં ‘કયામત’, ‘ઇન્સાફ કૌન કરેગા’, ‘ધર્મ ઔર કાનૂન’, ‘ગંગા તેરે દેશ મેં’, ‘મૈદાન-એ-જંગ’ અને ‘ન્યાયદાતા’ સામેલ છે.’ 
ધર્મેન્દ્રએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘જયા પ્રદા મારી પ્રેમાળ સહ-કલાકાર, આજે તેમના પરિવાર અને મિત્રો સાથે મને મળવા આવી. તેમને જોઈને ઘણી ખુશી થઈ.’

dharmendra jaya prada bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news