ધર્મેન્દ્રની હેલ્થમાં સુધાર થઈ રહ્યો છે : હેમા માલિની

22 December, 2016 05:08 AM IST  | 

ધર્મેન્દ્રની હેલ્થમાં સુધાર થઈ રહ્યો છે : હેમા માલિની

ધર્મેન્દ્રને સોમવારે રાતે નાણાવટી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમને છેલ્લા થોડા દિવસથી પેટમાં ઇન્ફેક્શન થયું હતું, પરંતુ સોમવારે દુખાવો વધી જતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. આ વિશે હેમા માલિનીએ ટ્વીટ કર્યું હતું કે ‘ધરમજીની હેલ્થને લઈને તેમના ચાહકો ખૂબ જ ચિંતામાં છે અને તેમને હું જણાવી દઉં છું કે હવે તેમની હેલ્થમાં ખૂબ જ સુધાર જોવા મળી રહ્યો છે. તેમને ખૂબ જ જલદી રજા આપી દેવામાં આવશે. તમારો આભાર.’

સની દેઓલ અને બૉબી દેઓલ સતત તેમની સાથે હૉસ્પિટલમાં હાજર હતા અને સનીએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા પપ્પાની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરવા બદલ તમારા દરેકનો આભાર. તેમને ફૂડ-પૉઇઝનિંગ થઈ ગયું હતું અને હવે તેમને સારું છે. ચિંતા કરવાની જરૂર નથી.’