‘દેવોં કે દેવ મહાદેવ’માં આજે મહાકાલીનો સ્પેશ્યલ એપિસોડ

09 September, 2012 06:06 AM IST  | 

‘દેવોં કે દેવ મહાદેવ’માં આજે મહાકાલીનો સ્પેશ્યલ એપિસોડ



મહાકાલીમાતાનો ફોટો જેણે જોયો છે તેને ખબર છે કે રૌદ્ર રૂપ ધારણ કરેલાં શ્યામ રંગનાં દેવીએ મહાદેવજીની છાતી પર પગ મૂક્યો છે. દેવી આદ્યશક્તિએ મહાકાલીનું  સ્વરૂપ શા માટે ધયુંર્ હતું એની રસપ્રદ વાર્તા પૌરાણિક ગ્રંથોમાં છે. મહાકાલીના અવતરણની આ સ્ટોરી લાઇફ ઓકે ચૅનલ પર ચાલી રહેલી સિરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં આજે રાત્રે આઠ વાગ્યાથી નવ વાગ્યા દરમ્યાન રજૂ થનારા મહાએપિસોડમાં બતાવવામાં આવશે. આ સ્પેશ્યલ એપિસોડ છે, જે એક કલાકનો રજૂ થશે.

લગ્ન પછી કેટલાક દિવસો શિવ-પાર્વતી જંગલમાં વિતાવીને કૈલાસ પર્વત પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમણે માર્ગમાં રક્તબીજ નામના દૈત્યનો સામનો કરવો પડ્યો. આ દૈત્યનાં રક્તનાં ટીપાં જ્યાં પણ પડે ત્યાં અનેક દૈત્ય પેદા થતા હતા. તેણે ધરતી પર ત્રાસ મચાવી દીધો હતો એથી તેનો સંહાર કરવા શિવે પાર્વતીને મહાકાલીનું રૂપ ધરવા કહ્યું. પાર્વતીએ મહાકાલીનું સ્વરૂપ ધરી રક્તબીજનો સંહાર કર્યો, પરંતુ પછી બન્યું એવું કે તેઓ પોતાના ક્રોધને કાબૂમાં કરવા અસમર્થ રહેતાં માર્ગમાં જે આવે તેને કચડી દેતાં હતાં. કાલીને નિયંત્રિત કરવા જતા શિવની છાતી પર કાલીએ પગ મૂકી દીધો એ કથા આ એપિસોડમાં રજૂ થશે.

પૌરાણિક કથા સાથે લોકોની લાગણીઓ જોડાયેલી હોવાથી એ કથાને પૂરતો ન્યાય આપવા એક સ્પેશ્યલ રિસર્ચ-ટીમ કામ કરી રહી છે એની વાત કરતાં પાર્વતીનો રોલ કરતી ૧૯ વર્ષની બમ્બઈયા ગર્લ સોનારિકા ભદૌરિયા કહે છે, ‘ડિરેક્ટર્સે‍ મને માત્ર સેટ જ સમજાવ્યો હતો, મેક-અપ પછી ક્રોધની લાગણી મારામાં આપોઆપ જ આવી ગઈ. મારી આંખો આપોઆપ જ પહોળી થઈ ગઈ એટલું જ નહીં, મારામાં ન જાણે ક્યાંથી એટલીબધી એનર્જીનો ફ્લો હતો કે શૉટ ઓકે થયા પછી પણ હું ગોળ-ગોળ ફરતી રહી, લોકોને લાગ્યું મને કાંઈ થઈ ગયું છે. તેમણે સ્ટૉપ કરી. ટોટલ બ્લૅક-આઉટ હતો. આવું મેં પહેલાં કદી ફીલ નથી કયુંર્.’

પાર્વતીના રોલ પછી સોનારિકાને ઘણી ઑફરો આવી રહી છે. આ રોલથી એક ઇમેજ બંધાઈ જશે એવો તેને ડર નથી. તે કહે છે કે મને રોલમાં વર્સેટિલિટી ગમે છે. રૂપારેલ કૉલેજમાંથી સાઇકૉલૉજીમાં ગ્રૅજ્યુએશન કરી રહેલી સોનારિકાએ ‘તુમ દેના સાથ મેરા’માં રોલ મળ્યાં પછી ડિસ્ટન્સ એજ્યુકેશનથી એક્ઝામ આપવાનું શરૂ કયુંર્. તે સેકન્ડ યર બીએમાં છે. સોનારિકાના પિતા રાકેશ ભદૌરિયા એન્જિનિયર છે, મમ્મી હાઉસવાઇફ અને ભાઈ હર્ષવર્ધન ઇલેવન્થમાં છે.

બીએ = બૅચલર ઑફ આટ્ર્સ