ઍડ્વર્ટાઇઝમેન્ટમાં છવાયો આયુષ્માન

21 October, 2020 06:03 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ઍડ્વર્ટાઇઝમેન્ટમાં છવાયો આયુષ્માન

ઍડ્વર્ટાઇઝમેન્ટમાં છવાયો આયુષ્માન

આયુષ્માન ખુરાના હાલમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ વર્લ્ડમાં ખૂબ જ ડિમાન્ડમાં છે. સોશ્યલ ઇશ્યુ પર બનેલી ફિલ્મોમાં કામ કરીને આયુષ્માને ઘણી એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તેણે જેટલી હિટ ફિલ્મો આપી છે એટલો જ તે ઍડ્વર્ટાઇઝમેન્ટમાં પણ ફેમસ છે. ક્રેડિબિલિટી, બૅન્કેબિલિટી, કટર-બ્રેકર, રિયલ, રિલેટેબલ, સેલ્ફ-મેડ, આઉટસાઇડર અને રોલ મૉડલ જેવી ઘણી બાબતોના ટૅગ આયુષ્માન પર લાગ્યા છે અને એથી જ તેની બ્રૅન્ડ ઇમેજ અને વૅલ્યુ પણ વધી છે. તે હાલમાં અભિષેક કપૂર સાથેની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ લૉકડાઉનમાં લોકોને કામ નહોતું મળી રહ્યું ત્યારે આયુષ્માને લગભગ સાત ટોચની બ્રૅન્ડને સાઇન કરી હતી અને એ તેના સોશ્યલ મીડિયા પર પણ જોઈ શકાય છે. તેણે ટૉયોટા અર્બન ક્રૂઝર, કિટકૅટ, બજાજ અલાયન્સ, જેએસડબ્લ્યુ પેઇન્ટ્સ, સ્પ્રાઇટ અને ટાઇડ ઇન્ડિયા જેવી ઘણી બ્રૅન્ડને સાઇન કરી છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘આજકાલ સોમવાર પણ રવિવાર જેવો લાગી રહ્યો છે. તેમ જ મારું ઇન્સ્ટા પેજ ઍડ્વર્ટાઇઝમેન્ટનું કૅટલૉગ હોય એવું લાગી રહ્યું છે.’

bollywood bollywood news bollywood gossips ayushmann khurrana