દીપિકા પાદુકોણની સંસ્થાએ કંગનાની મેન્ટલ હૈ ક્યા પર કર્યા પ્રહાર

21 April, 2019 09:48 AM IST  | 

દીપિકા પાદુકોણની સંસ્થાએ કંગનાની મેન્ટલ હૈ ક્યા પર કર્યા પ્રહાર

‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન'ના ફિલ્મ પર પ્રહાર

દીપિકા પાદુકોણની સંસ્થા વિકી ડોનરને કારણે મારા જેવા કલાકારો મોટાં સપનાં જોઈ શકે છે : આયુષ્માન (TLLLF)એ કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા'ના નામને લઈને એના પર પ્રહાર કર્યા છે. આ ફિલ્મના નામને લઈને ઘણી સંસ્થાઓ વિરોધ નોંધાવી રહી છે. આ સંદર્ભે ટ્વિટર પર ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને ટ્વીટ કર્યું હતું કે ‘સમય હવે આવી ગયો છે કે આપણે સૌએ માનસિક બીમારીથી પીડાતા હોય એવા લોકો માટે ઉપયોગમાં આવતા શબ્દો, કાલ્પનિક અથવા તો એવી વ્યક્તિને દેખાડવાનું બંધ કરવું જોઈએ. આ ખૂબ જ જરૂરી છે જેથી આવી વસ્તુને પ્રોત્સાહન ન મળે. લાખો લોકો માનસિક બીમારીથી પીડાતા હોવાથી ભારતમાં આ એક વિકરાળ સમસ્યા બની છે. એથી અગત્યનું એ છે કે આપણે જવાબદાર અને લાગણીશીલ બનીને પીડિત લોકોની મદદ કરીએ.'

 

આ પણ વાંચો: વિકી ડોનરને કારણે મારા જેવા કલાકારો મોટાં સપનાં જોઈ શકે છે : આયુષ્માન

 

સંસ્થાના આવા ટ્વીટ પર બહેનનો પક્ષ લેવા માટે કંગનાની બહેન રંગોલી ચંદેલ આગળ આવી હતી. તેમના આ ટ્વીટ પર રંગોલીએ રીટ્વીટ કર્યું હતું કે ‘ડિયર TLLLF, મિસ રનોટ ત્રણ વખત નૅશનલ અવૉર્ડ જીતી ચૂકી છે. કંગનાએ તેની ફિલ્મો ‘ક્વીન' અને ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી' દ્વારા દેશમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું છે. તે એક જવાબદાર કલાકાર છે. વાસ્તવિકતા જાણ્યા વગર પ્રતિક્રિયા આપવી એ તમારી ઇમ્મૅચ્યોરિટી દેખાડે છે.'

deepika padukone kangana ranaut