સો કરોડનો બિઝનેસ કરનારી દરેક ફિલ્મ સફળ ન કહેવાય: દીપિકા પાદુકોણ

23 January, 2020 02:01 PM IST  |  Mumbai

સો કરોડનો બિઝનેસ કરનારી દરેક ફિલ્મ સફળ ન કહેવાય: દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણનું માનવુ છે કે એવુ જરૂરી નથી કે સો કરોડનો બિઝનેસ કરનારી દરેક ફિલ્મ સફળ જ કહેવાય. ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલનાં જીવન પર આધારિત ‘છપાક’માં દીપિકાની સાથે વિક્રાન્ત મૅસી પણ જોવા મળ્યો હતો. જોકે બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ કંઈ કમાલ નથી દેખાડી રહી. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૨૮.૩૮ કરોડનો બિઝનેસ કર્યો છે. આ વિશે ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ રિલીઝનાં યોગ્ય વાતાવરણમાં જ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ જે રીતે પર્ફોર્મ કરી રહી છે અને જે પ્રકારનો એને રિસ્પોન્સ મળી રહ્યો છે એ અમારી અપેક્ષા મુજબ છે. દીપિકાની ફિલ્મે ૩૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. એવામાં જો તેણે આંકડાઓને મહત્ત્વ આપ્યુ હોત તો તેણે આ ફિલ્મ ના કરી હોત.’

બીજી તરફ ફિલ્મ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘આંકડાઓ આમ તો ‘પિકુ’ની સમાન જ છે. થોડો ઘણો એમાં વધારો ઘટાડો થઈ શકે છે. ફિલ્મ બનાવવાનો અમારો ઉદ્દેશ અલગ હતો. સો કરોડનો બિઝનેસ કરનારી દરેક ફિલ્મ સફળ ન કહી શકાય. એ તો ફિલ્મનાં બજેટ અને એમાં કેટલુ યોગદાન આપવામાં આવ્યુ છે એનાં પર આધાર રાખે છે. એથી જો તમારી ફિલ્મે સો કરોડનો બિઝનેસ કર્યો હોય અને એને બનાવવા માટે તમે ૩૦૦ કરોડનો ખર્ચ કર્યો હોય તો એ સફળ કઈ રીતે કહેવાય? જોકે વર્તમાનમાં દર્શકોને એવી જ માહિતી આપવામાં આવી રહી છે કે સો કરોડની ક્લબમાં દાખલ થનારી ફિલ્મ હિટ હોય છે.’

deepika padukone bollywood news entertaintment