કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી દીપિકા પાદુકો‌ણ

17 May, 2019 08:53 AM IST  |  મુંબઈ

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકો‌ણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ફ્રાન્સ પહોંચી ગઈ છે. આ ભવ્ય ઇવેન્ટમાં સામેલ થવા માટે અન્ય ઍક્ટ્રે‌‌સ‌િસ પણ પહોંચવાની છે. ફ્રાન્સ પહોંચીને પોતાનો રેડ કાર્પેટ લુક દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ક્લોઝ અપ તો બનતા હૈ. આ અગાઉ દીપિકાએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં દીપિકાએ કહ્યું હતું કે ‘અમે હજી હમણાં જ પહોંચ્યાં છીએ. અમારે જલદી સેટલ થવું પડશે, કારણ કે અમારી પાસે વધુ સમય નથી. અમે જેવા હોટેલમાં પહોંચીશું કે અમને અમારા હેર, મેક-અપ માટે તૈયાર રહેવું પડશે. ‌‌એટલું જ નહીં, પાંચ ‌‌‌મિ‌‌નિટનો સમય અમને ફિટિંગ માટે મળશે તો ચાલો તૈયાર થઈ જઈએ.’

deepika padukone bollywood