દીપિકા પાદુકોણ પોતાની સ્કૂલને પૈસા ઉઘરાવવામાં મદદ કરશે

12 December, 2014 07:20 AM IST  | 

દીપિકા પાદુકોણ પોતાની સ્કૂલને પૈસા ઉઘરાવવામાં મદદ કરશે



એક મહિના પહેલાં દીપિકાનો સ્કૂલે સંપર્ક કયોર્ હતો અને સ્કૂલના શિક્ષકોએ તેને સ્કૂલના ભંડોળ એકઠું કરવાના કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી જે દીપિકાએ વાતચીત બાદ સ્વીકારી હતી. સ્કૂલે એની નવી વિન્ગના બાંધકામ માટે ભવ્ય કાર્યક્રમ આયોજિત કયોર્ છે. આ સાથે જ સ્કૂલના સ્ટુડન્ટ્સને સારી સગવડો આપવાનો ઇરાદો તે ધરાવે છે. દીપિકાએ આ આમંત્રણ સ્વીકાર્યું છે અને પોતાની ટીમને આ માટે તારીખોમાં ફેરફાર કરવા જણાવ્યું છે, કારણ કે તે પોતાની સ્કૂલની મુલાકાત લેવા ઉત્સુક છે. દીપિકા હાલમાં ‘પિકુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ સ્કૂલ માટે તેણે તારીખો ફાળવી છે.