13 March, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શહેર અને એનાં બાળકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે
ગઈ કાલે સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં ધુમ્મસ અને સ્મૉગનું જાડું લેયર જોવા મળ્યું જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. આ સ્થિતિમાં દીપિકા પાદુકોણે શહેરની ખરાબ બનતી હવાની ગુણવત્તા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સત્તાધિકારીઓને નાગરિકોના સ્વાસ્થ્ય માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.
દીપિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શહેરના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)નો નકશો શૅર કર્યો, જેમાં મહાનગરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બતાવવામાં આવ્યું હતું. હાલમાં મુંબઈનો AQI લગભગ ૧૫૯ નોંધાયો છે જે અનહેલ્ધી એટલે કે અસ્વસ્થ હવાની શ્રેણીમાં આવે છે.
આ મામલે દીપિકાએ ચિંતા વ્યક્ત કરતાં લખ્યું કે ‘આ શહેર અને એનાં બાળકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. આ કેવી રીતે સ્વીકાર્ય હોઈ શકે?’
દીપિકાએ આ પોસ્ટમાં મુંબઈ મહાનગરપાલિકા અને એના હેલ્થ વિભાગને ટૅગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરી છે.