ઑડિયો ડાયરી દ્વારા દીપિકાએ કર્યું કમબૅક

02 January, 2021 01:24 PM IST  |  Mumbai | Agency

ઑડિયો ડાયરી દ્વારા દીપિકાએ કર્યું કમબૅક

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ઑડિયો ડાયરી દ્વારા સોશ્યલ મીડિયા પર કમબૅક કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પરની તમામ પોસ્ટ ૩૧ ડિસેમ્બરે ડિલીટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૨.૫ મિલ્યન ફૉલોઅર્સ અને ટ્વિટર પર ૨૭.૭ મિલ્યન ફૉલોઅર્સ છે. તેણે તમામ પોસ્ટ ડિલીટ કરી હોવાથી તેના ચાહકોને એવું લાગી રહ્યું હતુ કે તેનું અકાઉન્ટ હૅક થઈ ગયું છે. દીપિકા હાલમાં તેના પતિ રણવીર સિંહ સાથે રાજસ્થાનમાં ન્યુ યર સેલિબ્રેટ કરી રહી છે. જોકે ગઈ કાલે ઑડિયો ડાયરી દ્વારા તેણે સોશ્યલ મીડિયા પર કમબૅક કર્યું હતું. આ ઑડિયો ક્લિપમાં દીપિકાએ કહ્યું હતું કે ‘હાઇ એવરીવન. મારી ઑડિયો ડાયરીમાં તમારું સ્વાગત છે. મારા વિચારો અને મારી ફીલિંગ્સનું આ રેકૉર્ડિંગ છે. મને ખાતરી છે કે તમે પણ એ વાતને સ્વીકારશો કે ૨૦૨૦નું વર્ષ દરેક માટે અનિશ્ચિતતા લઈને આવ્યું હતું. જોકે મારા માટે એ વર્તમાનમાં રહેવા અને કૃતજ્ઞતાથી ભરપૂર રહ્યું હતું. ૨૦૨૧ની વાત છે ત્યાં સુધી હું પોતાને અને મારી આસપાસ રહેનાર માટે સારી હેલ્થ અને મગજને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. હૅપી ન્યુ યર.’

deepika padukone bollywood bollywood news