લુઇ વિત્તોંની કૅમ્પેનમાં સામેલ થનાર દીપિકા બની પહેલી ભારતીય સ્ટાર

25 January, 2020 03:13 PM IST  |  Mumbai

લુઇ વિત્તોંની કૅમ્પેનમાં સામેલ થનાર દીપિકા બની પહેલી ભારતીય સ્ટાર

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ભારતની પહેલી એવી સ્ટાર છે જેને લક્ઝરી બ્રૅન્ડ લુઇ વિત્તોં ગ્લોબલ કૅમ્પેનમાં સ્થાન મળ્યુ છે. આ બ્રૅન્ડનાં વિમન્સ કલેક્શનનાં આર્ટિસ્ટિક ડિરેક્ટર નિકોલસ ઘેસક્વાયર છે.

મિશેલ ગગનોનની થ્રિલર બેસ્ટ સેલર બુક ‘ડોન્ટ ટર્ન અરાઉન્ડ’ના પોસ્ટર પર દીપિકાએ પોઝ આપ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘લુઇ વિત્તોં પરિવારમાં સામેલ થવાથી હું ખૂબ ઉત્સાહ અનુભવી રહી છું. વિશ્વની પ્રતિષ્ઠિત બ્રૅન્ડને નિકોલસ ઘેસક્વાયરનાં દૃષ્ટિકોણથી રજુ કરવા માટે હું એક્સાઇટિંગ હોવાની સાથે થોડી વિનમ્ર પણ છું.’

deepika padukone bollywood news entertaintment