માતા બનવાને લઈને દીપિકાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

13 April, 2019 01:06 PM IST  | 

માતા બનવાને લઈને દીપિકાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

દિપવીર

દીપિકા પાદુકોણ આ દિવસે પોતાની ફિલ્મ છપાકને લઈ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ દિલ્હીમાં થઈ રહી છે જેમાં તે એસિડ સર્વાઈવર લક્ષ્મીની ભૂમિકા ભજવી રહી છે. આ બધાની વચ્ચે માતા બનવાની વાતને લઈને દીપિકાએ એક નિવેદન આપ્યું છે, જેના બાદ તે ઘણી ચર્ચામાં છે.

દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રેગ્નેન્સીના પ્રેશર વિશે વાત કરી હતી. દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર ખોટા જણાવતા કહ્યું કે ક્યારેય ને ક્યારે તો માતા બનશે જ. એણે કહ્યું કે કોઈપણ મહિલા અથવા કપલ પર પેરેન્ટ બનવાનું દબાણ નાખ્યું યોગ્ય નથી. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે તે દિવસે જ્યારે મહિલાઓને માતાને માતા બનવાની પૂછપરછ કરવામાં આવશે ત્યારે તે દિવસે આપણે ખરેખર કોઈ ફેરફાર કરી શકીશું.

આ પણ વાંચો : નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે

હકીકતમાં, છેલ્લા વર્ષના અંતમાં જ દીપિકા પાદુકોણે એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ આ કપલ સતત ચર્ચામાં રહ્યા હતા. લગ્ન પહેલા પદ્માવતમાં દેખાયા હતા અને હાલમાં દીપિકા છપાકમાં કામ કરી રહી છે. દીપિકાનું ધ્યાન થોડા દિવસ કામ પર જ રહેવાનું છે એવામાં માતા બનવાને લઈને બધા પ્રશ્નો પર એની પ્રતિક્રિયા વાજબી છે. દીપિકા ઉપરાંત રણવીર સિંહ પણ સિમ્બા અને ગલી બૉયની સફળતા બાદ ફિલ્મ 83ની તૈયારી કરી રહ્યા છે.

deepika padukone ranveer singh bollywood news