Video: જ્યારે દીપિકાએ સવાર સવારમાં કરી રણવીર સિંહની પિટાઈ

02 November, 2019 05:18 PM IST  |  મુંબઈ

Video: જ્યારે દીપિકાએ સવાર સવારમાં કરી રણવીર સિંહની પિટાઈ

રણવીર સિંહની થઈ પિટાઈ..

અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેના પતિએ અનેક વાર બેડમિંટન કોર્ટમાં તેમનો સામનો કર્યો છે અને તે હંમેશા જીતતી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક લાઈક ચેટ વીડિયોમાં રણવીરે ખુલાસો કર્યો હતો કે બેડમિન્ટનના ખેલમાં તે પત્ની દીપિકા પાદુકોણથી હારી ગયા અને એ વાતને સાંભળીને તેને ચાહકો હસી રહ્યા હતા.


લાઈવ વીડિયોમાં રણવીર પોતાના પ્રશંસકોને જણાવ્યું કે કરણ જોહરની મેગ્નમ ઓપસ ફિલ્મ તખ્તમાં પોતાની ભૂમિકા માટે તૈયાર છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ આગામી ફિલ્મની ભૂમિકાને ગંભીરતાથી નિભાવવાના છે. રણવીર સિંહે પોતાના ચાહકોને જણાવ્યું કે તેમના દિવસની શરૂઆત સારી રહી કારણ કે દીપિકાએ તેમને બેડમિંટનમાં હરાવી દીધો છે. જો કે તેણે કબૂલ કર્યું કે તેઓ આમ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર રણવીરના ચાહકો તેની ક્યૂટનેસના દિવાના છે.

ફિલ્મોની વાત કરીએ તો રણવીર 1983ના વર્લ્ડ કપમાં ભારતને મળેલી જીત પર આધારિત ફિલ્મ 83માં જોવા મળશે. જેમાં તે કપિલ દેવના કિરદારમાં છે. જ્યારે દીપિકા ફિલ્મમાં તેની પત્નની કિરદારમાં જોવા મળશે. રણવીર અને દીપિકા લગ્ન બાદ પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.

deepika padukone ranveer singh