06 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ આજે બૉલીવુડની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે. દીપિકા તાજેતરમાં હૉલીવુડ વૉક ઑફ ફેમ પર સ્ટાર મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની. હવે તેણે એક બીજી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, કારણ કે તેની એક ઇન્સ્ટાગ્રામ રીલ ૧.૯ બિલ્યન વ્યુઝને પાર કરી ગઈ છે અને એ ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી રીલ બની ગઈ છે.
દીપિકા સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ૮૦ મિલ્યન કરતાં વધારે ફૉલોઅર્સ છે. તે આ પ્લૅટફૉર્મ પર પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનાં અપડેટ્સ આપતી રહે છે. આ અપડેટ્સમાં તેની આગામી ફિલ્મો, ફોટોશૂટ્સ, તેની બ્રૅન્ડ્સનાં અપડેટ્સ અને પરિવારના સભ્યો સાથેની મજેદાર વાતચીતનો સમાવેશ થાય છે. તે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ્સની ગ્લોબલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો પણ શેર કરે છે.
દીપિકાએ હાલમાં હિલ્ટન સાથે તેની ગ્લોબલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકેની એક રીલ શૅર કરી જે ૨૦૨૫ની ૪ ઑગસ્ટ સુધીમાં ૧.૯ બિલ્યન વ્યુઝને પાર કરી ગઈ છે.