01 October, 2025 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) દ્વારા હાલમાં ભારતીય સિનેમા પર એક ખાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ૨૦૦૦થી ૨૦૨૫ સુધીની ફિલ્મો અને સ્ટાર્સની લોકપ્રિયતાને વિગતવાર નોંધવામાં આવી છે. આ રિપોર્ટમાં દીપિકા પાદુકોણે બધાને પાછળ છોડીને સૌથી લોકપ્રિય ભારતીય સ્ટારનું બિરુદ હાંસલ કર્યું છે. ખાસ વાત એ છે કે દીપિકાએ આ યાદીમાં શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે. આ રૅન્કિંગ જાન્યુઆરી ૨૦૧૪થી એપ્રિલ ૨૦૨૪ સુધીના IMDbના સાપ્તાહિક રૅન્કિંગના આધારે બનાવવામાં આવ્યું છે.
ટૉપ ૧૦ ભારતીય સેલિબ્રિટી
૧. દીપિકા પાદુકોણ
૨. શાહરુખ ખાન
૩. ઐશ્વર્યા રાય બચ્ચન
૪. આલિયા ભટ્ટ
૫. ઇરફાન ખાન
૬. આમિર ખાન
૭. સુશાંત સિંહ રાજપૂત
૮. સલમાન ખાન
૯. હૃતિક રોશન
૧૦. અક્ષય કુમાર