બ્રહ્માસ્ત્રમાં રણબીરના પેરન્ટ્સ બનવાની ઑફર થઈ હતી દીપિકા અને રણવીરને?

23 February, 2020 01:38 PM IST  |  Mumbai

બ્રહ્માસ્ત્રમાં રણબીરના પેરન્ટ્સ બનવાની ઑફર થઈ હતી દીપિકા અને રણવીરને?

દિપવીર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરના પેરન્ટ્સ બનવાની ઑફર કરવામાં આવી હતી એવી ચર્ચા ચાલી રહી છે. અયાન મુખરજી આ ફિલ્મને ત્રણ પાર્ટમાં બનાવવાનો છે. આ વર્ષે ૪ ડિસેમ્બરે રિલીઝ થનારી

આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અને મૌની રૉય જોવા મળવાનાં છે. એ ઉપરાંત શાહરુખ ખાન પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી શક્યતા છે. ‘બ્રહ્માસ્ત્ર’ને એવી રીતે લખવામાં આવી છે જેમાં અનેક કૅરૅક્ટર્સનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઑન-સ્ક્રીન થપ્પડ પર પણ લગાવો ડિસ્ક્લેમર : તાપસી પન્નુ

એવામાં અયાનને એવા યંગ ઍક્ટર્સની જરૂર હતી જે રણબીરના પાત્ર શિવાના પેરન્ટ્સ બની શકે. તે ખૂબ નાની ઉંમરમાં પોતાના પેરન્ટ્સને ગુમાવી દે છે એથી રણવીર અને દીપિકા તેના પેરન્ટ્સની ભૂમિકા ભજવી શકે એમ હતાં. જોકે આ દિશામાં મેકર્સ તરફથી કોઈ નિવેદન નથી કરવામાં આવ્યું. આ રોલ માટે મેકર્સ હવે કલાકારની શોધ કરી રહ્યા છે, જે આ પાત્રમાં ફિટ બેસે.

deepika padukone ranveer singh ranbir kapoor Brahmastra bollywood news