દીપિકા પાદુકોણને હવે કૅમેરાની પાછળનું કામ પણ સંભાળવું છે

19 October, 2014 04:50 AM IST  | 

દીપિકા પાદુકોણને હવે કૅમેરાની પાછળનું કામ પણ સંભાળવું છે


આવી ઇચ્છા દીપિકાએ હાલમાં ચાલી રહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જણાવી હતી. મુદ્દાની વાત એ છે કે દીપિકાને પ્રોડ્યુસર બનીને બીજા પ્રોડ્યુસરોની જેમ કોઈ નિર્ણય નથી લેવા, પણ કૅમેરાની પાછળનું એવું પ્રોડક્શન વર્ક સંભાળવું છે જેમાં તેને રસ છે. જેમ કે ક્રૂ-મેમ્બરોને ચા-કૉફી આપવી, દરેક ક્રૂ-મેમ્બરનું ધ્યાન રાખવું કે તે આઠથી દસ કલાક કરતાં વધારે કામ ન કરે વગેરે. દીપિકાને ફિલ્મો ડિરેક્ટ કરવામાં પણ જરાય રસ નથી.