કઈ વાતમાં બેબોને હરાવીને દીપિકા થઈ આગળ?

06 December, 2012 07:19 AM IST  | 

કઈ વાતમાં બેબોને હરાવીને દીપિકા થઈ આગળ?




બૉલીવુડમાં દરેક કલાકારનું નસીબ છેલ્લી ફિલ્મની સફળતા અને નિષ્ફળતા સાથે જોડાયેલું હોય છે. દીપિકાની સૈફ અલી ખાન સાથેની છેલ્લી ફિલ્મ ‘કૉકટેલ’ ભલે બૉક્સ-ઑફિસ પર ન ચાલી, પણ એને કારણે દીપિકાના ઍડ્વર્ટાઇઝિંગ ફીલ્ડમાં પગ મજબૂત થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં દીપિકાએ એક સ્કિન-કૅર બ્રૅન્ડની એન્ડૉર્સમેન્ટની ડીલ છ કરોડ રૂપિયાની તોતિંગ ફી લઈને સાઇન કરી છે. અત્યાર સુધી કરીના કપૂર એક એન્ડૉર્સમેન્ટ માટે ચાર કરોડ રૂપિયા જેટલી ફી લેતી હોવાથી સૌથી મોંઘી સ્ટાર હતી, પણ હવે દીપિકા આ રેસમાં તેને પાછળ મૂકીને આગળ વધી ગઈ છે.

દીપિકાની આ સફળતા વિશે વાત કરતાં ઍડ વલ્ર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘દીપિકાની છેલ્લી ફિલ્મ ‘કૉકટેલ’માં તે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી અનેક બ્રૅન્ડ્સે તેને પોતાની બ્રૅન્ડ-ઍમ્બેસેડર બનાવવામાં રસ બતાવ્યો છે.’