લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ?

15 October, 2019 06:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ?

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એક વાર એકસાથે એક ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. ચર્ચા એવી ચાલી રહી છે કે લવ રંજનની આગામી ફિલ્મ માટે આ બન્નેની ડેટ્સ પણ લેવામાં આવી છે. ફીમેલ લીડ માટે અનેક સાથે ચર્ચા કરવામાં આવી હતી. જોકે દીપિકાનું નામ ફાઇનલ થવાની ચર્ચા છે. દીપિકા અને રણબીરે છેલ્લે ‘તમાશા’માં સાથે કામ કર્યું હતું. એવામાં હવે તેમની આ જોડી ફરી એક વાર તેમના ફૅન્સને જોવા મળશે. આ ફિલ્મ માટે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવાની શક્યતા છે. આ ફિલ્મ માટે બન્નેએ હા પાડી હોવાની પણ ચર્ચા છે. જોકે આ વિષય પર કોઈએ ખુલાસો નથી કર્યો. આ અગાઉ અજય દેવગને આ ફિલ્મ કરવાની ના પાડી હતી. આ જ કારણ છે કે લવ રંજને તદ્દન અલગ ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું છે.

deepika padukone ranbir kapoor bollywood gossips bollywood news bollywood