એક તરફા ગીતને 100 મિલ્યન વ્યુઝ મળતાં ખુશ છે દર્શન રાવલ

13 January, 2021 10:45 AM IST  |  Mumbai

એક તરફા ગીતને 100 મિલ્યન વ્યુઝ મળતાં ખુશ છે દર્શન રાવલ

દર્શન રાવલ

દર્શન રાવલના ગીત ‘એક તરફા’ને યુટ્યુબ પર 100 મિલ્યન વ્યુઝ મળતાં તે ખૂબ ખુશ છે. આ ગીતને જુલાઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. લોકોને આ ગીત ખૂબ પસંદ પડ્યું છે. લોકો દર્શનને એના માટે શુભેચ્છા આપી રહ્યા છે. આ અગાઉ પણ તેણે ‘બારીશ લાતે આના’, ‘હવા બનકે’ અને ‘દિલ મેરા બ્લાસ્ટ’ બનાવ્યાં હતાં. ‘એક તરફા’ને 100 મિલ્યન વ્યુઝ મળતાં દર્શને કહ્યું હતું કે ‘ગીત ‘એક તરફા’ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. આ મૉન્સૂન ટ્ર‍ૅક છે અને અમે એને લૉકડાઉનમાં જ રિલીઝ કર્યું હતું. ગીતની મેકિંગ ગ્રેટ છે અને સૌના માટે અલગ જ અનુભવ છે. હું ખુશ છું કે દર્શકોને એ ગીત ખૂબ પસંદ છે. 100 મિલ્યન એક આકર્ષક નંબર છે અને એક કલાકાર તરીકે લોકોનો આટલો પ્રેમ મળવો અને મારા કામની પ્રશંસા થવી એ મારા માટે ખૂબ આનંદની બાબત છે.’

bollywood entertainment news