તનુશ્રી દત્તા અને નાના પાટેકરના કેસમાં ડેઇઝી શાહે નોંધાવ્યું નિવેદન

28 December, 2018 06:09 PM IST  | 

તનુશ્રી દત્તા અને નાના પાટેકરના કેસમાં ડેઇઝી શાહે નોંધાવ્યું નિવેદન

ડેઇઝી શાહે

તનુશ્રી દત્તા અને નાના પાટેકરના કેસમાં ડેઇઝી શાહે તેનું નિવેદન નોંધાવ્યું છે. આ કેસમાં ગુરુવારે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ડેઇઝી શાહનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ‘હૉર્ન ઓકે પ્લીઝ’માં ડેઇઝીએ ગણેશ આચાર્યની અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. ઓશીવરા પોલીસ-સ્ટેશન વતી તેને સમન્સ મોકલવામાં આવ્યો હતો. આ સમન્સમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે સ્પેશ્યલ ડાન્સ-નંબરનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ડેઇઝી ત્યાં હાજર હતી. ૨૦૦૮માં આ ફિલ્મના ગીતના શૂટિંગ વખતે નાના પાટેકરે જાતીય શોષણ કર્યું હતું એવો આરોપ તનુશ્રીએ મૂક્યો હતો.

તેણે એ સમયે પણ ફરિયાદ દાખલ કરી હતી. જોકે નાના પાટેકરે પોતાના પર મુકાયેલા એ તમામ આરોપોને રદિયો આપ્યો હતો. નાનાના વકીલે પણ કહ્યું હતું કે તેમના પર મૂકવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

daisy shah nana patekar tanushree dutta MeToo entertaintment bollywood news