08 May, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
OTT જંક્શન
ડકૈત
અદિવી શેષ અને મૃણાલ ઠાકુર અભિનીત ‘ડકૈત’ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ ચાહકોએ ફિલ્મની પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં હરિદાસનો રોલ ભજવતો અદિવી શેષ ૧૩ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ ભાગી જાય છે. તેનો એકમાત્ર હેતુ સરસ્વતીનો રોલ ભજવતી મૃણાલ ઠાકુર સામે બદલો લેવાનો હતો.
સરસ્વતી ક્યારેક હરિદાસની પ્રેમિકા હતી અને હરિદાસ માને છે કે તેણે જ તેને ફસાવ્યો હતો. જોકે ઘણી મોટી ચોરીઓ દરમ્યાન બન્ને ફરી સામસામે આવી જાય છે અને સત્ય-અસત્ય વચ્ચેની રેખાઓ ધૂંધળી થવા માંડે છે. સાથે જ એક મોટા ષડ્યંત્રનો પણ ખુલાસો થાય છે. ‘ડકૈત’ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
લુખ્ખે
‘લુખ્ખે’ ચંડીગઢ અને પંજાબના બૅકગ્રાઉન્ટમાં શૂટ થયેલો ૮ એપિસોડનો મ્યુઝિકલ ઍક્શન ડ્રામા છે. આ સિરીઝમાં ચંડીગઢ અને પંજાબની રૅપ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી તથા સ્ટ્રીટ-રાઇવલરી પર આધારિત છે. સિરીઝમાં બે પ્રતિસ્પર્ધીની ટક્કર બતાવવામાં આવી છે. તેમની દુશ્મની સંગીતથી આગળ વધીને બદલો લેવાની ઇચ્છામાં ગુનાખોરીના ખતરનાક ગઠબંધન સુધી પહોંચી જાય છે. આ સિરીઝમાં પલક તિવારી અને રાશિ ખન્ના દમદાર રોલમાં જોવા મળે છે. આ સિરીઝ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.