14 June, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
કરીના કપૂર ખાનની ફિલ્મ ‘ક્રૂ’ આ વર્ષે ૨૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. બાદમાં એને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આજે અનેક ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કર્યા બાદ ડિજિટલ પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. તો ક્યારેક કેટલીક ફિલ્મો સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર જ રિલીઝ થાય છે. એવામાં ‘ક્રૂ’ને સૌથી વધુ વ્યુ મળ્યા છે. એથી નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવામાં આવનારી ભારતીય ફિલ્મોના લિસ્ટમાં એ પહેલા નંબર પર પહોંચી ગઈ છે. ફિલ્મને ૧૬.૭ મિલ્યન વ્યુ મળ્યા છે. આ ફિલ્મમાં કરીનાની સાથે તબુ અને ક્રિતી સૅનન પણ લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી ઍર-હોસ્ટેસિસની આસપાસ ફરે છે.
આ ફિલ્મે તો શાહરુખ ખાન, હૃતિક રોશન, રણબીર કપૂર અને અજય દેવગનની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.
ત્યાર બાદ બીજા નંબરે આવે છે ‘જાનેજાં’, ત્રીજા પર ‘ફાઇટર’, ચોથા નંબરે ‘ઍનિમલ’, પાંચમા ક્રમાંકે ‘શૈતાન’, છઠ્ઠા નંબરે ‘લાપતા લેડીઝ’, સાતમા ક્રમાંકે ‘જવાન’, આઠમા નંબરે ‘ડંકી’, નવમા નંબરે ‘ભક્ષક’ અને દસમા સ્થાને ‘કરી ઍન્ડ સાઇનાઇડ’ છે.