Coronavirus Outbreak: કરીમ મોરાનીને હૉસ્પિટલમાંથી રજા અપાઇ

18 April, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: કરીમ મોરાનીને હૉસ્પિટલમાંથી રજા અપાઇ

મોરાની પરિવાર. તસવીર ઇન્સ્ટાગ્રામ

ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરીઓને એક પછી એક કોરોના પૉઝિટીવનો કેસ આવતાં ઘરમાં બીજા લોકોનાં ટેસ્ટ કરાયા અને પ્રોડ્યુસર કરીમ મોરાની પોતે કોરોના પૉઝિટીવ આવ્યા હતા. તેમને મુંબઇની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને શુક્રવાર 17 એપ્રિલે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સારવાર દરમિયાન તેમના બેવાર કોરોનાના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં. 

ડિસ્ચાર્જ બાદ કરીમ મોરાનીએ કહ્યું હતું કે મિત્રો, પરિવાર તથા ભગવાનની કૃપાથી તેમનો કોરોનાનો ટેસ્ટ બેવાર નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. નાણાવટી હોસ્પિટલમાં ઘણી જ સારી સારવાર કરવામાં આવી હતી. ઘરમાં તે 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. તે એક વાત અચૂકથી કહેશે કે સરકારના દરેક ડિપાર્ટમેન્ટ તથા મેડિકલ વોરિયર્સ બહુ જ સારું કામ કરી રહ્યાં છે. વધુમાં પ્રોડ્યૂસરે કહ્યું હતું કે તે 14 દિવસ સુધી પોતાના રૂમમાં રહેશે. તે ઘરે પરત ફરીને ઘણાં જ ખુશ છે અને તમામ લોકો ઘરમાં જ રહે, સલામત રહે. છ એપ્રિલના રોજ કરીમ મોરાનીની દીકરીઓ ઝોયા તથા શાઝાને કોરોનાવાઈરસ થયો હતો. ઝોયાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને શાઝાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ કરીમ મોરાનીનો પણ ટેસ્ટ પૉઝિટીવ આવતા તેમને નાણાવટી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કરીમ મોરાનીનો બીજીવાર કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. ત્રીજો તથા ચોથીવારનો ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. તેમની દીકરીઓ પણ ઘરે છે કારણકે તે બંન્ને સાજી થઇ ચૂકી છે. પિતા ઘરે ફરતાં જ દીકરીઓએ મુબઇ કોર્પોરેશન અને હૉસ્પિટલનો આભાર માન્યો હતો.

ઝોયાએ પોતાની આ બિમારીનો અનુભવ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

ઝોયાએ પરિવારની જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, મારા પિતા ગઈકાલ રાત્રે ઘરે પરત ફર્યાં. સારવાર પૂરી થઈ. હવે અમારું આખું ઘર કોવિડ 19 નેગેટિવ છે.આ ઘણો જ ભયાનક અનુભવ હતો પરંતુ હવે બધા જ ખુશ છીએ. અમારા ત્રણેયમાં કોરોનાવાઈરસના અલગ-અલગ લક્ષણો જોવા મળ્યાં હતાં. આથી હું એક જ સલાહ આપીશ કે કોઈ પણ બાબતમાં સલાહ લેવી હોય તો ડોક્ટર કે હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો.મારા પિતાને કોરોનાવાઈરસને કોઈ જ લક્ષણો નહોતાં અને તેઓ 9 દિવસ હોસ્પિટલમાં રહ્યાં. મારી બહેનને માથાનો દુખાવો તથા તાવ હતો અને તે છ દિવસ હોસ્પિટલમાં રહી.મને તાવ, કફ, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, માથાનો દુખાવો તથા થાક લાગતો હતો. હું સાત દિવસ હોસ્પિટલમાં રહી હતી.આ તમામ લક્ષણો એકદમ હળવા હતાં.આ સામાન્ય ફ્લૂ જેવું હતું. ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફે ડર્યાં વગર, હકારાત્મક રીતે અમારી સંભાળ રાખી અને સારવાર કરી. મુંબઈ કોર્પોરેશન તથા હેલ્થ ડિપાર્ટમેન્ટનો આભાર.અમારી બિલ્ડિંગ તથા રોડને સેનિટાઈઝ કરવામાં આવ્યા, જેથી બીજાને ચેપ લાગે નહીં. અમે હવે 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહીશું,આરામ કરીશું, હેલ્થી ફૂડ ખાઈશું અને વિટામિન્સ લઈશું. સરકાર આ મહામારી સામે ઘણી જ મક્કમતાથી લડી રહી છે.વિશ્વમાં જે પરિવારો આ બીમારીનો સામનો કરી રહ્યાં છે, તે તમામ આ બીમારીથી બહાર આવી જાય તે માટે પ્રાર્થના કરું છું. બૉલીવુડમાં સૌથી પહેલાં તો કનિકા કપૂરનાં કોરોનાવાઇરસે ચર્ચા મચાવી અને પછી મોરાની પરિવાર વાઇરસની ચપેટમાં આવ્યો. 

karim morani zoa morani covid19 coronavirus entertainment news